પીવાના પાણીમાં જુદી જુદી ધાતુ તેમજ આયનોના આંતરરાષ્ટ્રીય સ્તરે નક્કી થયેલ પ્રમાણ અને તેની અસરો ટૂંકમાં જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

પીવાના પાણી માટેના આંતરરાષ્ટ્રીય ધોરણો નીચે પ્રમાણે છે :

$(i)$ ફલોરાઇડ : પીવાના પાણીમાં ફ્લોરાઇડ આયનની સાંદ્રતા જાણવી જરૂરી છે. તેની ઊણપ માનવજાત માટે નુકસાનકારક

છે.જે દાંતના ક્ષયને માટે જવાબદાર છે, પીવાના પાણીમાં સામાન્ય રીતે દ્રાવ્ય ફલોરાઇડ ઉમેરવામાં આવે છે, જેની સાંદ્રતા

$1\,ppm$ અથવા $1\,mg\,dm^{-3}$ હોય છે.

ફલોરાઇડ આયન દાંતના કઠણ આવરણ હાઇડ્રોક્સિ એપેટાઇટ $[3(Ca_3PO_4.Ca(OH)_2]$ ને વધુ કઠણ આવરણ ફ્લોર એપેટાઇટ $[3(Ca_3PO_4)_2.CaF_2]$ માં રૂપાંતરિત કરે છે. જો $F^-$ આયનની સાંદ્રતા $2\,ppm$ કરતાં વધુ હોય તો દાંત પર કથ્થાઈ રંગના ડાઘા પડે છે. જયારે $F^-$ નું પ્રમાણ 

$10 \mathrm{ppm}$ થી વધુ હોય તો હાડકાં અને દાંતને નુક્સાન કરે છે. જે રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે.

$(ii)$ લેડ : પીવાના પાણીનું પરિવહન લેડ પાઈપ દ્વારા કરતાં લેડ પાણીમાં ભળે છે. પીવાના પાણીમાં લેડના પ્રમાણે સીમા $50 \mathrm{ppb}$ છે. લેડ કિડની, યકૃત અને પ્રજનન તંત્રને નુકશાન પહોંચાડે છે.

$(iii)$ સલ્ફેટ : પીવાના પાણીમાં સલ્ફેટનું વધુ પ્રમાણ એટલે કે $>$ $500 \mathrm{ppm}$ માનવીમાં વિરેયક અસર ઉત્પન્ન કરે છે. પરંતુ સલ્ફેટનું મધ્યમસર પ્રમાણ નુકસાનરહિત છે.

$(iv)$ નાઈટ્રેટ : પીવાના પાણીમાં નાઈટ્રેટની મહત્તમ સીમા $50 \mathrm{ppm}$ છે. પીવાના પાણીમાં નાઈટ્રેટનું વધુ પ્રમાણ મિથિમોગ્લોબીનેમિયા (બ્લુબેબી) જેવો રોગ પ્રેરે છે.

$(v)$ અન્ય ધાતુ : પીવાના પાછીમાં અન્ય ધાતુઓની મહત્તમ સાંદ્રતા જળવવી જરૂી છે. જે નીચેના કોષક દ્વારા સમજી શકાય.

ધાતુ મહતમ સાંદ્રતા ($ppm$ $અથવા$ $mg$ dm $^{-3}$ )
$\mathrm{Fe}$ $0.2$
$\mathrm{Mn}$ $0.05$
$\mathrm{Al}$ $0.2$ 
$\mathrm{Cu}$ $3.0$
$\mathrm{Zn}$ $5.0$ 
$\mathrm{Cd}$ $0.005$

Similar Questions

ક્ષોભ-આવરણમાં ઓઝોનના ક્ષયન માટે કઈ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે ?

વિભાગ $-I$ માં આપેલી પ્રવૃત્તિને વિભાગ $-II$ માં આપેલ ઉત્પન્ન થતા પ્રદૂષણ સાથે જોડો.

વિભાગ $-I$ વિભાગ $-II$
$(A)$ સલ્ફરયુક્ત નકામા કચરાને બાળતા તેમાંથી ઉત્પન્ન થતા વાયુઓ વાતાવરણમાં ભળે છે. 

જળ પ્રદૂષણ

$(B)$  જંતુનાશક તરીકે કાર્બોનેટનો ઉપયોગ પ્રકાશરાસાયણિક ધૂમ-ધુમ્મસ, વનસ્પતિ  જીવનને નુકસાન,મકાનોનું ક્ષારણ,શ્વાસની તકલીફ, જળપ્રદૂષણ.
$(C)$ કપડા ધોવા માટે સાંશ્લેષિત પ્રક્ષાલકો વાપરવા ઓઝોન સ્તરને નુકસાન 
$(D)$ વાહનો અને કારખાનામાંથી ઉત્પન્ન થતાં ધુમાડો વાતાવરણમાં છોડવો. 

મનુષ્યમાં ચેતાતંત્રને લગતા રોગો થવા.

$(E)$ કયૂટરનાં વિવિધ ભાગોને શુદ્ધ કરવા ક્લોરોફલોરોકાર્બનનાં સંયોજનોનો ઉપયોગ કરવો. પારંપરિક ધૂમ-ધુમ્મસ, ઍસિડ વર્ષા, પાણીનું પ્રદૂષણ, શ્વાસની તકલીફો, મકાનોને નુકસાન, ધાતુનું ક્ષારણ 

જળ પ્રદૂષણ વિશે પ્રાથમિક માહિતી ટૂંકમાં આપો. 

વિધાન સાચું છે કે ખોટું ?

$(1)$ બાળકોમાં શ્વસનતંત્રનાં ગંભીર રોગ $NO_2$ વાયુને કારણે થાય છે.

$(2)$ કાર્બન મોનોક્સાઈડ રુધિરમાંના હીમોગ્લોબિન સાથે જોડાઈને કાબૉક્સિ-હિમોગ્લોબીન સંકીર્ણ બનાવે છે.

$(3)$ કાર્બોક્સિ-હીમોગ્લોબિન સંકીર્ણ તે ઓક્સિજન-હીમોગ્લોબિન કરતાં $100 $ ગણું વધુ થાયી છે.

$(4)$ વરસાદી પાણીનો $pH \,5.6$ ની આસપાસ હોય છે.

એસિડ વર્ષાની અસરો જણાવો.